નિજમાં નિવાસ – મીરપુર ચાતુર્માસ 2.0

આ પારથી પેલે પાર... એક યાત્રા સ્વયંની શોધમાં
ચાતુર્માસ | પર્યુષણ શિબિર | પરમનો સ્પર્શ શિબિર | નવપદજી ની ઓળી

SCROLL DOWN TO REGISTER!

siddhavad logo

Mirpur Chaturmas 2026

50days
Starting from
27th July 2026

Register Now

siddhavad logo

Maun Dhyan Shibir 2026

5 days
Shibir 1: 23-Sep-2026 to 27-Sep-2026
Shibir 2: 07-Oct-2026 to 11-Oct-2026

Register Now

siddhavad logo

Mirpur Chaturmas 2026

50days
Starting from
27th July 2026

Register Now

siddhavad logo

Mirpur Paryushan 2026

8 days
Starting from
07th September 2026

Register Now

siddhavad logo

Maun Dhyan Shibir 2026

5 days
Shibir 1: 23-Sep-2026 to 27-Sep-2026
Shibir 2: 07-Oct-2026 to 11-Oct-2026

Register Now

ચાતુર્માસ પ્રવેશ
ચાતુર્માસ પ્રવેશ will be on 27-Jul-2026 , so we all have to reach "Mirpur" by 26-Jul-2026.
ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે પધારેલા આમંત્રિત મહેમાનોએ રહેવાની વ્યવસ્થા ( જહાજ મંદિર / પાવાપુરી તીર્થ / અન્ય કોઈ ધર્મશાળા) પોતાની જાતે કરવાની રહેશે. સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી.

પાવન નિશ્રા
પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લબ્ધિવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ

આ ચાતુર્માસમાં તમને શું મળશે?

separator
Floral vector

સદ્દગુરુ સાન્નિધ્ય

જીવંત તીર્થ સમાન ગુરુ ભગવંતના શ્રીમુખેથી ઝરતી અમૃતવાણી અને પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ સાધના કરવાનો લ્હાવો.

Floral vector

મૌન સાધના

વાણીના સંયમ દ્વારા શક્તિનો સંચય કરવો અને શબ્દોથી પર થઈને આંતરિક મૌનનો અનુભવ કરવો.

Floral vector

તાત્ત્વિક પ્રવચન અને ચિંતન

જીવન અને આત્માને સ્પર્શતા ગહન તત્ત્વોની સમજણ અને તેના પર શાંતિથી મનન-ચિંતન કરવાનો અવસર.

Floral vector

ધ્યાનાભ્યાસ

એકાગ્રતા કેળવવા અને ચંચળ મનને સ્થિર કરવા માટે નિયમિત ધ્યાન પ્રયોગો અને યૌગિક ક્રિયાઓ.

Floral vector

મોબાઈલ મુક્તિ

મોબાઈલ અને ઈન્ટરનેટથી સંપૂર્ણ દૂરી, જેથી મન એકાગ્ર અને શાંત રહી શકે.

Floral vector

શ્વેત વસ્ત્રો પરિધાન

અહીં બધા જ સાધકો શ્વેત (સફેદ) વસ્ત્રોમાં હશે, જેનાથી ઊંચ-નીચના ભેદભાવ ભૂલાઈ જશે અને પરમ સાદગી તેમજ સાત્ત્વિકતાનો અનુભવ થશે.

Floral vector

અંતરની શોધ

બહારના કોલાહલથી દૂર, સ્વયંના અસ્તિત્વને ઓળખવાની અને ભીતરમાં ઉતરવાની એક ઊંડી યાત્રા.

Floral vector

શુદ્ધ ચિત્તનો વિકાસ

કષાયો અને વિકારોને દૂર કરી, ચિત્તને નિર્મળ, પ્રસન્ન અને સકારાત્મક બનાવવાનો અભ્યાસ.

Floral vector

જનસંગથી વિરામ

રોજિંદા સામાજિક વ્યવહારો, મોબાઈલ અને સાંસારિક સંબંધોથી થોડો સમય અલિપ્ત થઈને એકાંતવાસ.

Floral vector

વૈરાગ્યનો વિકાસ

સંસારની અસારતા સમજીને મોહ-માયાના બંધનો તોડવાની અને સાચા સુખને પામવાની આંતરિક તૈયારી.

Floral vector

મનનો વિરામ

સતત દોડતા વિચારોના પ્રવાહને અટકાવી, થાકેલા મનને સાચી શાંતિ અને વિશ્રાંતિ.

Floral vector

મોક્ષમાર્ગી ભક્તિ

માત્ર બાહ્ય ક્રિયાકાંડ નહીં, પણ આત્માને પરમાત્મા સાથે જોડતી ભાવવાહી અને મોક્ષલક્ષી ભક્તિ.

Floral vector

જીવનની સાચી દિશા

'મારે ક્યાં જવું છે?' - જીવનના ધ્યેયને સ્પષ્ટ કરતી સાચી દિશાસૂઝ અને માર્ગદર્શન.

Floral vector

આત્મિક ઉન્નતિ

પોતાના દોષોને જોઈને તેને દૂર કરવા અને આત્માને ઊર્ધ્વગતિ (પ્રગતિ) તરફ લઈ જવાનો પુરુષાર્થ.

Floral vector

આ જન્મને સાર્થક કરવાની તક

મળેલા દુર્લભ માનવભવને માત્ર ભૌતિક સુખોમાં વેડફવાને બદલે તેને સફળ અને સાર્થક બનાવવાનો શ્રેષ્ઠ અવસર.

Floral vector

આ પારથી પેલે પાર

ભવના આ કિનારેથી મુક્તિના કિનારા તરફની દ્રષ્ટિ કેળવવી - એક આધ્યાત્મિક રૂપાંતરણ

Floral vector

સાત્ત્વિક આહાર

'જેવો આહાર, તેવો વિચાર'. સાધનામાં મન પ્રફુલ્લિત રહે અને શરીર નિરોગી રહે તે માટે જૈન પરંપરા મુજબનું શુદ્ધ, સાત્ત્વિક અને પોષણયુક્ત ભોજન.

Floral vector

સાત્ત્વિક વિસ્તૃતિનો ભંડાર

જીવનમાં ફરી ફરી સાત્ત્વિક સ્મૃતિઓને મમળાવીને પરમતત્ત્વ સુધી પહોંચાડવાની ભૂમિકા સર્જે એવા અદ્ભુત દ્રશ્યોનો સંગ્રહ

નોંધણી કરો

ચાતુર્માસ

ચાતુર્માસ એટલે ચાર મહિનાનો પવિત્ર સમયગાળો, જે સામાન્ય રીતે અષાઢ મહિનાથી કાર્તિક મહિના સુધી માનવામાં આવે છે. આ સમય દરમિયાન સાધુ-સંતો યાત્રા બંધ રાખે છે અને ભક્તો ઉપવાસ, સાધના, દાન અને આત્મશુદ્ધિ પર વિશેષ ધ્યાન આપે છે.

જ્યાં પ્રકૃતિ પોતે મૌન ધારણ કરીને ધ્યાનસ્થ છે.

સાધના માટેનું સ્વર્ગ:
બે પર્વતોની ગોદમાં

સાધના માટે સ્થળની પસંદગી ખૂબ મહત્વની છે. મીરપુર તીર્થની ભૌગોલિક રચના અદ્ભુત છે. આ પવિત્ર જિનાલય બરાબર બે વિશાળ પર્વતમાળાઓના મિલન સ્થાનની નીચે સ્થિત છે. આ મિલન બિંદુ પર કુદરતી રીતે જ એક એવી દિવ્ય ઊર્જા ઉત્પન્ન થાય છે, જે સાધકને તુરંત જ ધ્યાનની ઊંડાઈમાં લઈ જાય છે. અહીંનું વાતાવરણ તમને તમારા શ્વાસનો અવાજ સાંભળવા મજબૂર કરશે. આ ભૂમિ પર પગ મૂકતા જ મન આપોઆપ શાંત થઈ જાય છે.

108 શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન

separator

ગૌરવવંતો ઈતિહાસ : આ તીર્થ ૧૨૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે. વિ. સં. ૮૦૮માં વીર હમીર દેવડાએ વસાવેલું આ નગર ત્યારે ‘હમીરપુર’ તરીકે ઓળખાતું અને ‘હમીરગઢ’નો કિલ્લો તેની શાન હતો. અહીંના ખંડેરો અને પ્રાચીન જિનાલયો આજે પણ એ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે.
આ ભૂમિ માત્ર દર્શનનું કેન્દ્ર નથી પણ સાધનાનું ધામ છે.

• અહીં જ પાર્શ્વચંદ્રગચ્છના આચાર્યશ્રીનો જન્મ થયો હતો.
• તપાગચ્છના શ્રી સૌભાગ્યનંદસૂરિએ અહીં જ પવિત્ર ‘શ્રી મૌન એકાદશી’ની કથા રચી હતી. આ ઉલ્લેખો સાબિત કરે છે કે આ ભૂમિ સદીઓથી જ્ઞાન, સાધના અને ધર્મનું ઝરણું રહી છે.

પુનરોદ્ધાર : શ્રદ્ધાનો વિજય
સમયના વહેણમાં આક્રમણોને કારણે આ તીર્થ થોડા સમય માટે વિસરાઈ ગયું હતું. પરંતુ શ્રદ્ધા ક્યારેય અસ્ત નથી પામતી. શિરોહીના શ્રાવકોની નજર આ લુપ્ત તીર્થ પર પડી અને વિ.સ. ૧૯૯૫માં તેનો જીર્ણોદ્ધાર થયો. આજે ફરી આ તીર્થ ‘મીરપુર’ના નામે ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. અહીંની પ્રાચીન શિલ્પકળા અને પ્રભુની સોહામણી મૂર્તિ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરે છે.

ગોડીજી પાર્શ્વનાથ : અત્યારે મુંબઈમાં બિરાજમાન ગોડીજી પાર્શ્વનાથ મીરપુર તીર્થના મૂળનાયક હતા જે આશરે 200 વર્ષ પહેલા મુંબઈ લાવવામાં આવ્યા હતા.

જેમના આશીર્વાદ અને આજ્ઞાથી આ ધર્મકાર્ય શક્ય બન્યું છે...

પુણ્યશાળી ગુરુ પરંપરા

કૃપાસ્ત્રોત
સાધનાભૂમિ: મીરપુર જૈન તીર્થ | ઉર્જાબીજ: શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન સાધના-તેજ: શ્રી ગીતાર્થ-સંવિગ્ન-સુવિહિત-સદ્દગુરુ પરંપરા

દિવ્યાશીર્વાદ
કર્મસાહિત્યનિષ્ણાંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
ન્યાયવિશારદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
સહજાનંદી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મજિત્ સૂરીશ્વરજી મહારાજા

શુભાશીર્વાદ
ગીતાર્થ મૂર્ધન્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા

આજ્ઞાસામ્રાજ્ય
સુવિશાલ ગચ્છાધિપતિ, પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા
ધર્મચક્રતીર્થ પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજા

વાચના ઉપનિષદ્ (પાવન નિશ્રા)
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લબ્ધિવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ

જેમના આશીર્વાદ અને આજ્ઞાથી આ ધર્મકાર્ય શક્ય બન્યું છે...

પુણ્યશાળી ગુરુ પરંપરા

કૃપાસ્ત્રોત
સાધનાભૂમિ: મીરપુર જૈન તીર્થ | ઉર્જાબીજ: શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન સાધના-તેજ: શ્રી ગીતાર્થ-સંવિગ્ન-સુવિહિત-સદ્દગુરુ પરંપરા

દિવ્યાશીર્વાદ
કર્મસાહિત્યનિષ્ણાંત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
ન્યાયવિશારદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
સહજાનંદી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મજિત્ સૂરીશ્વરજી મહારાજા

શુભાશીર્વાદ
ગીતાર્થ મૂર્ધન્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા

આજ્ઞાસામ્રાજ્ય
સુવિશાલ ગચ્છાધિપતિ, પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા
ધર્મચક્રતીર્થ પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજા

વાચના ઉપનિષદ્ (પાવન નિશ્રા)
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લબ્ધિવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ

મૌન ધ્યાન સાધના ચાતુર્માસ

separator

ચાતુર્માસના અનુભવો

separator

ઇમેજ ગેલેરી

separator
Scroll to Top